મોરબી: પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લા તેમજ બહારના જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાએ એ.એચ.ટી.યુ. મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે દરમ્યાન ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પોકસો એકટ હેઠળના ગુન્હનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી કબીર ટેકરી વિસ્તારમાં હોવાની કપડવંજ પોલીસ સ્ટેશન તરફથી જાણ કરવામાં આવતા
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, તથા પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાનાઓએ આરોપી સાગરભાઇ જયંતણભાઇ ઉર્ફે ભલાભાઇ વાઘેલા (ઉ.વ.ર૦ રહે. તોરણા તરપોજ મહોલ્લા વણકરવાસ તા.કપડવંજ જી.ખેડા)ની તપાસ કરતા મોરબી કબીર ટેકરી શેરી નં-૦૩ ખાતેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની ધટીત કાર્યવાહી કરવા જાણ કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારીઓ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.