Tuesday, April 22, 2025

ખંભાળિયા લાયન્સ કલબ ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

જામ ખંભાળિયા

ખંભાળિયા લાયન્સ કલબ ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

આગામી લાયન વર્ષના પ્રમુખ તરીકે ડૉ સાગર ભૂત, સેક્રેટરી પરબત ગઢવી અને ટ્રેઝરર હાડાભા જામ

પ્રથમ દિવસે સાત સેવાકીય પ્રવૃતિઓ કરાઈ

ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષ 2024- 25 ના નવા વરાયેલા હોદ્દેદારોનો અત્રે બજાણા રોડ ઉપર આવેલ ભગવતી મેરેજ હોલ ખાતે ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડૉ સાગર ભૂત તથા સેક્રેટરી તરીકે અગ્રણી પત્રકાર પરબતભાઈ ગઢવી તેમજ ટ્રેઝરર તરીકે હાડાભા જામ સહિતને ટીમે પદગ્રહણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીના વરદ હસ્તે કર્યું હતું આ કાર્યકમ તત્કાલીન પ્રમુખ લાયન નિમિષાબેન નકુમના અધ્યક્ષ સ્થાને લાયન પરેશભાઈ મહેતા, યુનુસભાઇ દારૂવાલા, ઝોન 8ના ચેરમેન રાજેન્દ્ર રાયવડેરા સહિત લાયન્સ ક્લબના અગ્રણીઓ અને શહેરના આગેવાનને ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે આગામી વર્ષના લાયન્સ ક્લબ ખંભાળિયાના નવા હોદ્દેદારો જેમાં ઉપપ્રમુખ તરીકે એભાભાઈ કરમુર, યોગેશભાઈ મોટાણી અને ડૉ અમિત નકુમ, કલબ કાઉન્સિલર તરીકે ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર ભરત વાનરીયા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે દિવ્યેશ મોદી તેમજ લાયન્સ ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડો. નિલેશભાઈ રાયઠઠા, સુંદરજીભાઈ સુરેલીયા, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જી.એમ.ટી દિનેશભાઈ પોપટ, લાયન ટેમર જાનકીબેન ભૂત સહિત હોદેદારો સફથ ગ્રહણ કર્યું હતું

આ પ્રસંગે તત્કાલીન પ્રમુખ નિમિષાબેન નકુમ સૌનું સ્વાગત કરી સહયોગ આપનારનું આભાર વ્યકિત કર્યું હતું અને લાયન હાડાભા જામે ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો આ પ્રસંગે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી લાયન્સ ક્લબ ની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી, શુભેચ્છા પાઠવી સાથ સહકારની ખાતરી આપેલ હતી

નવા વરાયેલા પ્રમુખ સાગર ભૂતે આગામી વર્ષની પ્રવૃત્તિઓ ની રૂપરેખા આપી સમગ્ર ટીમ અને દાતાશ્રીઓનો સહકાર પણ મળતો રહેશે અને વધુને વધુ સેવા પ્રવૃત્તિઓ દ્વારા ક્લબનું નામ ગાજતું અને ગુંજતું કરવા ખાત્રી આપેલ હતી આ તકે આગામી વર્ષના ચાર નવા સભ્યોનો સંસ્થામાં ઉમેરો કરી શપથ વિધિ કરાવવામાં આવેલ કાર્યક્રમના અંતે પરબતભાઈ ગઢવી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન ડો રાજેશ બરછા તેમજ દિનેશ પોપટ દ્વારા કરવામાં આવેલ હતું

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW