ખંભાળિયા મા બારોટ સમાજ દ્વારા વસંત પંચમી અને માં સરસ્વતી પ્રાગટય દિન ની ભવ્ય ઉજવણી
આજરોજ જામખંભાળિયા મુકામે માતા સરસ્વતીનો પ્રાગટય દિન એટલે કે વસંતપંચમી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વસતા બારોટ સમાજના અગ્રણીઓ દ્વારા માતા સરસ્વતીજીની પૂજા અર્ચના નો કાર્યક્રમ સાંજે 6:00 વાગ્યે ગૂગળીની બ્રહ્મપુરી લુહાર શાળ ખંભાળિયા માં રાખેલ હતો જ્યાં બહોળી સંખ્યામાં બારોટ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સર્વે ને નાની બાળાઓ દ્વારા કુમ કુંમ તિલક કરી અને માતા સરસ્વતીની પૂજા અર્ચના તથા સમૂહમાં આરતી કરી અને વંશાવલીનું જે વંશ લેખકનું કામ છે તે નિષ્ઠાપૂર્વક કરવા અને તે પરંપરા આગળ વધારવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. બારોટી સાહિત્ય ના કલાકારો દ્વારા લોકસાહિત્ય, દુહા અને છંદની મોજ પણ માણી હતી