ખંભાળિયાની ગોકાણી કોલેજની વિદ્યાર્થિનીએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો
જામખંભાળીયાની જાણીતી શિક્ષણ સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી કંકુબેન રતનશી તથા શેઠશ્રી રતનશી સુંદરજી ગોકાણી મહિલા કોમર્સ પીજી સેન્ટર (M.Com. કોલેજ)ના વિદ્યાર્થીની મીરા વિનોદભાઈ જોલાપરાએ તાજેતરમાં વાણિજ્ય અનુસ્નાતક (M.Com.) વિષયોમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાંથી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. ધો. 5થી સંસ્કાર સંકુલમાં અભ્યાસ કરતી મીરા જોલાપરાએ ધો. 10માં શાળામાં પ્રથમ અને ધો. 12માં ખંભાળિયા કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું.