Friday, April 25, 2025

ક્ષત્રિય કરણી સેના મોરબી દ્વારા ગૌવંશને રેડિયમ રિફલેક્ટર બેલ્ટ બાંધી સેવા આપી

Advertisement
Advertisement
Advertisement

ક્ષત્રિય કરણી સેના મોરબી દ્વારા ગૌવંશને રેડિયમ રિફલેક્ટર બેલ્ટ બાંધી સેવા આપી

વર્તમાન વર્ષા ઋતુની સિઝનમાં હાઇવે પરના રસ્તા પર અનેક ગૌવંશ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને રાત્રીના સમયે અંધારામાં અનેક અકસ્માતના કિસ્સાઓ આપડી સામે જોવા મળે છે. જેમાં ગૌવંશ પણ ગંભીર રીતે ધાયલ થાય છે. અને રાહદારી પણ ગંભીર રીતે ધાયલ થાય છે. ત્યારે ગૈાવંશના ગળામાં રેડિયમ રિફલેકટર બેલ્ટ બાંધવામાં આવે તો દૂર થી પણ ખ્યાલ આવી જાય કે અહી ગૌવંશ છે. એટલે અકસ્માતની શકયતાઓ નહિવત થઇ જાય છે. ત્યારે ક્ષત્રિય કરણી સેના 18 લોકો ની ટીમ મોરબી માં ગઈ કાલે નવલખી ફાટક થી પીપલિયા ચાર રસ્તા થી સરવડ ગામ થી માળીયા થી રાત્રે 3 વાગે પરત મોરબી, આ રૂટ પરના ગૌવંશને આ બેલ્ટ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગર એ જણાવ્યું કે તેઓ આગળ પણ આવા ભગીરથ કાર્ય કરતા રહેશે.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW