મોરબી: કોરોનાની મહામારીના પગલે વિસ્ફોટક મૃત્યુ થયા લોકો પોતાના જીવ બચાવવા તડપી રહ્યા હતા આ સમય દરમિયાન લોકો વચ્ચે ઉતરી પોતાની સેવા થકી માનવતા મહેકાવનાર પંકજભાઈ રાણસરીયાનું નિવૃત આર્મી જવાન તેમજ સામાજિક કાર્યકર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.
પંકજભાઈ રાણસરીયાએ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર કોરોના દર્દીઓની સેવા કરી સમાજ ને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.તેમના તરફથી મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તથા દર્દીઓના સગાઓને જમવાની તથા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી ગરીબ કોરોના દર્દીઓ પૌષ્ટિક આહાર ભોજન ખવડાવી અનોખો સેવાયજ્ઞ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ સિવાય અનેકવિદ સંસ્થાઓમાં આર્થિક,શારીરીક અને સામાજિક સેવા આપી તમામ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
આ અંતર્ગત નિવૃત આર્મી જવાન આહિર દિનેશભાઈ જીલરીયા, આહિર પ્રકાશભાઇ ગોગરા તેમજ સામાજિક કાર્યકર આહિર લક્ષ્મણભાઈ ગોગરા, આહિર રમેશભાઈ જીલરીયા સહિતના મિત્રો દ્રારા પંકજભાઈ રાણસરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સાથે સમાજ માટે ઉદાહરણરૂપ કાર્યો કરવા માટે પ્રેરણાસ્રોત બનતા રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.