(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. ત્યારે ટંકારામાં બુધવાર અને શનિવારે ભરાતી બજારો બંધ રહેશે.
ટંકારામાં શનિવારની ગુજરી બજાર ભરાતી હોવાથી સરપંચ નિશાબેન ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, શનિવારની બજાર ભરવા દેવામાં આવશે નહીં. તેમજ સરકારી એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારો પર જ વિશ્વાસ કરવો. અફવાઓ પર ધ્યાન દોરવું નહિ. સતર્ક રહેવું, સુરક્ષિત રહેવું. કોઈપણ જાતની શારીરિક તકલીફ ઉદ્ભવે તો નજીકના સરકારી દવાખાને સારવાર માટે જવું.તેમજ બુધવારની બજારમાં પણ કોઈએ બહારગામથી આવું નહીં જેની ખાસ નોંધ લેવા યાદીમાં જણાવ્યું હતું.