Wednesday, April 23, 2025

કોરોનામાં વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પ્રતિ માસ મળશે આટલા રૂપિયા…!!

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમા કોઈએ પોતાના વહાલ સોયા દિકરા દિકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે.

આ મહામારીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે. જેમા કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવી છે. અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થયા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યસરકાર દ્વારા આવા કપરા કાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની જાહેરાત કરી છે.

પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે તેથી આવા એકવાલી વાળા બાળકો માસિક રૂ. ૨,૦૦૦ ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને આ સહાયની રકમ માન, મુખ્યમંત્રી દ્વારા તા. ૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ઓનલાઈન ડી.બી.ટી, દ્વારા ચુકવવાની યોજના લોન્ચ કરનાર છે.

આથી આવા એક વાલી વાળા બાળકોના બેક એકાઉન્ટ ખાતા તાત્કાલિક ખોલવા જરૂરી છે આ માટે આપના જિલ્લાના એક વાલી જે બાળકો છે તેમાના બેંક એકાઉન્ટ દિન-૩ માં ખોલાવવાના રહેશે. આ માટે આપની કક્ષાએથી જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી દિન-૩ માં બાળકોના ખાતા ખોલાવી જાય તે માટે ઘટીત વ્યવસ્થા ગોઠવશો.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW