મોરબી: કપરા સમયે દર્દીઓની વહારે આવેલી આવી સેવાભાવી સંસ્થાઓને બિરદાવી પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લા કલેકટરના હસ્તે સેવાભાવી સંસ્થાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.. જેમાં કોવીડ સેન્ટરો શરૂ કરીને અનેક દર્દીઓની નિસ્વાર્થ સેવા કરનાર કુલ ૧૯ સંસ્થાઓને આજે સન્માનિત કરવામાં આવી હતી
કોરોનાની બીજી લહેરમાં જયારે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકારની સાથે ખભેખભા મિલાવીને અનેક સંસ્થાઓએ કોરોના કેર સેન્ટરો શરૂ કરીને દર્દીઓની સેવા કરી હતી. ૨૪ કલાક આખી ટીમો કામે લાગી હતી. મોરબી શહેર જિલ્લાને કોરોનાની બીજી લહેરમાંથી મુક્ત કરવા અથાગ પ્રયત્નો કરનાર સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવવા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.
જિલ્લા કલેકટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશીના હસ્તે કોરોનાની બીજી લહેરમાં સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓ પાટીદાર કોરોના કેર સેન્ટર-પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પાટીદાર કોરોના કેર સેન્ટર-જોધપર, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન, અજંતા એલપીપી એમ મળી ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
