Wednesday, April 23, 2025

કોરોનાના કપરાકાળમાં પોતાના જીવના જોખમે ડ્યુટી નિભાવી લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડનાર કોરોના વોરીયર્સનું સન્માન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં મોરબીની વિવિધ covid કેર સંસ્થાઓ મોરબી સિરામિક એસોસિયેશન, મોરબી જિલ્લા પોલીસના વિવિધ સ્ટાફ, મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને નર્સ, 108 ના દરેક કર્મચારીઓ ,ફાયરબ્રિગેડના દરેક કર્મચારીઓ અને પત્રકાર મિત્રો નું સન્માન કરવામાં આવ્યું…

આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા બંને મહામંત્રીઓ રીશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયા મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ ચાવડા અને મોરબી તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઈ અને વિક્રમસિંહ ઝાલા , અશોકભાઈ મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઈ જારીયા અને આસીફભાઈ ઘાંચી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા બંને મહામંત્રીઓ જયદીપભાઇ હુબંલ અને તપનભાઈ દવે તથા શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજ સિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીતિનભાઈ બાવરવા તેમજ બંને મહામંત્રી આનંદભાઈ અને નૈમીષભાઇ તેમજ જીલ્લા યુવા ભાજપ તથા શહેર ભાજપ ના કાર્યકર્તાઓ જોડાઇ કાર્યક્રમ સફળ બનાવ્યો.

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW