કોડીનારમાં સાંસ્કૃતિક રીતે નવરાત્રી ની ઉજવણી કરાઇ
કોડીનાર શહેમાં નવમા નોરતા ના રોજ અમૃતનગર અને રાધાસ્વામી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી ઉજવણીમાં માં પહેલા શાસ્ત્રોક રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને ભગવતી ના શક્તિ સ્વરૂપ ની થીમ પર ગ્રહીણીઓ એ સાફો બાંધી અને પોતાના પતિ પાછળ બાઈક પર બેસીને ઉભા રહી તલવાર બાજી કરીને નારી શક્તિ ના ઉદાહરણ ને યથાર્થ કર્યો. નારી ફ્કત રસોડામાં વેલણ જ નહિ જરૂર લાગે તો શસ્ત્ર પણ ઉઠાવી શકે અને સમાજ અને દેશ ની રક્ષા કરી શકે છે તે આ થીમ દ્વાર ઉપદેશ અપાયો. ગુજરાત ના ગર્વ ને વધારતું સાંસ્કૃતિક પહેર વેશ સાથે ગરબા રાશ પણ કર્યાં.