Tuesday, April 22, 2025

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પડધરી ખાતે રૂ.૨૭ કરોડથી વધુ રકમના ૨૨૭ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત 

Advertisement
Advertisement
Advertisement

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પડધરી ખાતે રૂ.૨૭ કરોડથી વધુ રકમના ૨૨૭ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત

પડધરી કવિ દાદ કોલેજ ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર રમત સંકુલનું ભૂમિ પૂજન કરાયુ

વાઇબ્રન્ટ ગુજરાત, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, જ્યોતિગ્રામ યોજના સહિત યોજનાઓથી નાગરિકોનું જીવન બદલાયું

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત પડધરીની કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું.આ સાથે કાર્યક્રમના સ્થળ પર મંત્રી સહિત મહાનુભાવોએ રૂ.૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા રાજકોટ જિલ્લાના ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

રાજકોટ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી ગુજરાતમાં વિકાસની યાત્રા અવિરતપણે ચાલી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ જ નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ મંત્ર છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે રાજકોટ જિલ્લામા રૂપિયા ૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પગલે ચાલીને ગુજરાતને સર્વાંગી વિકાસનું મોડલ બનાવવા કાર્યરત છે.

નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, પશુ આરોગ્ય મેળા, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, તીર્થગ્રામ, છેવાડાના લોકોને ૨૪ કલાક વીજળી માટે જ્યોતિગ્રામ યોજના, આરોગ્ય, પીવાનું પાણી, રસ્તાઓ સહિત પાયાની જરૂરિયાતો તથા જન કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગરીબોનું ઉત્થાન કરવાની સાથે ગુજરાત રાજ્યને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

આ ઉપરાંત મંત્રીએ કોલેજના મેદાનમાં રમત સંકુલનું ભૂમિ પૂજન કરી ભવિષ્યમાં આ મેદાન પડધરીના યુવાનો તથા રમત પ્રેમીઓની ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવાની સાથે વિકાસ સપ્તાહમાં કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આ તકે સ્વાગત પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે વિકાસના વિવિધ કામો હાથ ધરાશે,જેનાં ભાગરૂપે પડધરીની કવિ દાદ કોલેજમાં રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું છે.આ રમત સંકુલ પડધરીના રમતવીરોને તથા પોલીસ જેવી ભરતી માટે તૈયારી કરતા યુવાનોને ઉપયોગી બનશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન અને તક પુરી પાડવા માટે વિશેષ પહેલ કરીને આ સ્પોર્ટસ કોમ્પ્લેકસનો શુભાંશ્રભ કરાવયો છેે. આ સ્પોર્ટસ કોમ્પ્લેકસના નિર્માણ થકી ભવિષ્યની પેઢી રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરી શકશે, તથા શારીરિક સજ્જતા પ્રત્યે યુવાનોમાં જાગૃતિ આવશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વિવિધ યોજનાઓની હારમાળા લઈને લાભાર્થીના આંગણે પહોંચીને યોજનાઓનો લાભ આપે છે, જેનાં કારણે નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હોય કે ખેડૂત કલ્યાણકારી યોજનાઓ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય કે સૌની યોજના હોય વર્તમાન સરકાર સૌનો સાથ અને સૌના વિકાસને વરેલી સરકાર છે.

આ તકે રમતગમતમાં રાજ્ય કક્ષાએ પહોંચેલા યુવાનોને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુંદર પ્રવૃત્તિમય કામગીરી કરવા બદલ આંગણવાડીની બહેનોને પણ પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડીયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, પડધરીના સરપંચ વિજયભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ,અગ્રણી રોહિતભાઈ ચાવડા શૈલેષભાઈ ગજેરા સહિત મહાનુભાવો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમનાં અંતે મહાનુભાવોના હસ્તે “એક પેડ, માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું.

કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ભદ્રકીયાએ તથા આભારવિધિ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW