ખેડૂતોને પોતાના ખેતર કે વાડીના રક્ષણ માટે કાંટાળી વાડ અતિ આવશ્યક બની રહે છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોને કાંટાળી વાડ બનાવવા માટે પણ સહાય કરી ખેડૂતોની નાનામાં નાની જરૂરીયાતને પણ ધ્યાને લીધી છે.
મોરબી જિલ્લાના રાજપર કુંતાસી ગામના પ્રકાશભાઇ દેત્રોજાએ પણ રાજ્ય સરકારની આ સહાયનો લાભ લઇ હવે પોતાની વાડીને કાંટાળી વાડ બાંધીને સુરક્ષીત કરશે. આ અંગે તેઓ રાજ્ય સરકારનો આભાર માનતા જણાવે છે કે મને ખેતવાડી માટે કાંટાળી વાડની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાંટાળી વાડથી અમને ઢોર અને જનાવરના ત્રાસ માટે રાત્રી રોકાણ કરવું પડશે નહીં. પાકને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રાજય સરકારે મંજૂરી આપી એ માટે ફરીથી આભાર માનું છું.