કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે શક્તિ સ્વરૂપા 111 દીકરીઓના પગ ધોઈ ચાંદી નું દાન કરતા આહીર સમાજ યુવા અગ્રણી મારખીભાઈ આંબલિયા
હાલમાં નવરાત્રિના પવિત્ર નોરતામાં ગ્રામીણ વિસ્તારોમાં ખાસ બાળાઓ ગરબીમાં રાસ રમતી હોય છે ત્યારે આ માં આદ્યશક્તિના પવિત્ર નોરતામાં હાલ ખંભાળિયા રહેતા આહીર સમાજના યુવા અગ્રણી મારખી ભાઈ આંબલીયા પોતાના ઉમદા ધાર્મિક કાર્યને લઇને ચર્ચામાં છે મારખી ભાઈએ પોતાના વતન મેઘપર ટીટોડી ગામે ગરબી મંડળમાં રાસ રમતી 111 દીકરીઓ ના પગ ધોઈ તમામ દીકરીઓ ને ચાંદી ની વિટી દાન કરવામાં આવી હતી અવારનવાર પોતાના ધાર્મિક કાર્યોમાં સેવાના કાર્યો થકી મારખીભાઈ આંબલિયા દ્વારા થતા રહે છે ત્યારે ગયા વર્ષે પણ દિકરીઓને સોનાનું દાન કરવામાં આવ્યું હતું આ વર્ષે 111 દીકરીઓના પગ ધોઈ પૂજા અર્ચના કરી મારખી ભાઈ આંબલીયા દ્વારા તમામ દિકરીઓને ચાંદીની વીટી નું દાન કરવામાં આવ્યું હતું