કલકત્તામાં આર. જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર ઉપર પાસવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી જેના વિરોધમાં અને ગુજરાતમાં આવી ઘટનાઓ ના બને તે માટે આજે મોરબીમાં મહિલા અધિકાર મંચ દ્વારા મોરબી કલેકટર શ્રી ઝવેરી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ,
સરકારી નોકરીઓ કે સઁસ્થાઓમાં મહિલાઓ નોકરી કરતી હોઈ તેમના ઉપરી સહકર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા શારિરીક કે માનસિક ત્રાસ અપાતો હોય છે, મહિલાકર્મીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રોકવા તેમજ મહિલા કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાને સુરક્ષિત મહેસુસ કરે એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.
આ આવેદનમાં નીચે મુજબની માંગણીઓ પણ કરવામાં આવી હતી
*(1)* ગુજરાતની દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં અને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા.
*(2)* સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર કર્મચારી અને અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા તેમજ ફોજદારી ગુનો દાખલ કરવા તમામ વિભાગોના વડાને આદેશ કરવામાં આવે.
*(3)* નોકરીના સ્થળે મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદોની તપાસનો અહેવાલ સીધો મુખ્યમંત્રીને મોકલવામાં આવે.
*(4)* નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
આ આવેદનમાં મહિલા અધિકાર મંચ ના સેક્રેટરી એડવોકેટ કલ્પનાબેન એમ. ચૌહાણ, એડવોકેટ જ્યોત્સનાબેન કે. ચૌહાણ તેમજ પૂનમબેન કે. પરમાર હાજર રહ્યા હતા.