અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા શ્રી કરણી યાત્રા સંદર્ભે આઈ દેવલમાઁ નું મોરબી (રફાળેશ્વર) ખાતે પુજા-અર્ચન-અભિવાદન
મોરબી: જુનાગઢથી કરણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રામાં આઇ દેવલમાંનો પાંચ દિવસીય વિવિધ ગામોમાં દર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત આઈ દેવલમાઁનું મોરબીના રફાળેશ્વર ખાતે ABCGMY મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડાના આંગણે પુજા-અર્ચન-આશિર્વાદ અને અભિવાદનનો કાર્યક્રમ ABCGMY મોરબી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા ચારણ સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ મેળવ્યો હતો.

રફાળેશ્વર ખાતે પધારેલા આઈશ્રી દેવલમાઁનું ચારણ કુંવારિકાઓ દ્વારા ઢોલ ત્રાસા સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ ભાવિકોએ આઈ માઁ ના દર્શનનો લાભ મેળવ્યો. આ તકે ABCGMY ના મહિલા અધ્યક્ષ શિતલબેન પાલીયા, મોરબી તાલુકા મહિલા અધ્યક્ષ નયનાબા બારહઠ, ઉપપ્રમુખ નાનબાઈ મારુ, મહામંત્રી નીલમબેન ગુઢડા એ આઈ માઁ ને ભેળિયો ઓઢાડી અભિવાદન કર્યું. ત્યારબાદ ચા-પાણી, અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જુનાગઢથી આરંભાયેલી કરણી યાત્રામાં ચારણ સમાજના વિવિધ 200 જેટલા ચારણ મહાનુભાવોનો ગાડીઓનો કાફલો તથા ખાસ ABCGMY રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયા “કરણી યાત્રા” ને સફળ બનાવવા સતત સાથે રહ્યાં હતા.

આ તકે ABCGMY મોરબી અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી, પ્રવક્તા સંજયભા ગઢવી, મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા તથા મોરબી ચારણ સમાજના અગ્રણીઓ પ્રફુલદાન બારહટ, હદુભા રતન, હદુભા ગુઢડા, ગુણુભા ગુઢડા, તખુભા મહેડુ, શીવુભા ગુઢડા, પ્રકાશભા ગુઢડા, ગેલાભા લાંબા સહિત રફાળેશ્વર અને મોરબી ચારણ સમાજે ઉપસ્થિત રહી “આઈ વંદના” ના કાર્યક્રમને દિપાવ્યો હતો. મોરબી અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી એ આ તકે કરણીજી યાત્રાના આયોજકો – આઈ દેવલમાઁ તથા ઉપસ્થિત ચારણોનો ખાસ આભાર પ્રકટ કરી યજમાન દિશભા ગુઢડા પ્રત્યે વિશેષ ભાવનાઓ પ્રગટ કરી હતી.