ઓખા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૩૩મી જયંતીની ભવ્ય ઉજવણી
ભારતીય બંધારણના નિર્માતા, મહાન સામાજિક અને રાજનીતિક સુધારક ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીની ૧૩૩મી જન્મજયંતિના શુભઅવસરે ઓખા નગરપાલિકા ઓફિસે ખાતે, ત્યાર પછી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ડૉ બાબા સાહેબ ને ,પુષ્પાંજલી અર્પિત કરવામાં આવી સહદેવસિંહ પબુભા માણેક,ચેતનભા માણેક , સુરેશભાઈ ગોહિલ, ચીફ ઓફિસર સાહેબ,મુકેશભાઈ પાંજરી ,જગદીશભાઈ ચાનપા ,રાજેન્દ્ર પરમાર ઓખા નગરપાલિકા સ્ટાફ તેમજ ઓખા મરીન ના પી આઈ,જરું સાહેબ તેમનો સ્ટાફ તેમજ મોટી સંખ્યા માં સમાજ ના ભાઈઓ હોદ્દેદારો દ્વારા પુષ્પાજલી અર્પિત કરવામાં આવી.બાબાસાહેબનો દરેક સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવાનો વિચાર સદાય પ્રેરણા આપતા રહેશે.



