એક માત્ર શીવરાજ્પુર બીચ પર વોટર સ્પોર્ટસ એક્ટીવિટી બંધ કરાવવા બાબત આવેદન
શિવરાજપુર બીચ ના તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટેવિટી સંચાલકો આથી આપને આવેદન/રજુઆત કરીએ છીએ કે શિવરાજપુર બીચ ઉપર ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટી અવારનવાર બંધ કરાવવી તે તદન ગેરકાનુની ક્રુત્ય છે, કારણ કે તમામ વોટર સપોર્ટ્સ એક્સ્ટીવિટી ના ચાલકો અને બોટ ધારકો જરુરી લાઇસંસ ધરાવે છે અને અનુભવી પણ છે. ફક્ત આપના તરફ થી NOC આપવામાં આવેલ નથી જો આપ દ્વારા NOC આપવામાં આવે તો તમામ SOP માપદંડ મુજબ ના લાઇસંસ ધરાવે છે જેમ કે સ્કુબા ડાઇવીંગ માટે ગોવા સ્થીત N.I.W.S. નેશનલ ઇંસ્ટીટ્યુટ ઑફ વોટર સ્પોર્ટ્સ દ્વારા માન્ય SSI તથા PEDI સંસ્થા દ્વારા માન્ય લાઇસંસ ધરાવે છે. પેરાસેઇલીંગ માટે પણ N.I.W.S. ઍ માન્ય લાઇસંસ આપવા મા આવે છે જે ભારત ભર મા માન્ય છે. ફક્ત આપના દ્વારા NOC ના આપવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ નુ રજીસ્ટ્રેશન કરી સકતા નથી એ અમારી સમજ બહાર છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દ્વારકા ના વિકાસ અર્થે શિવરાજપુર બીચ બનાવવા/વિકસાવવામાં આવી રહ્યો છે ત્યા આજ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા નુ નક્કી થયેલ છે. પરંતુ ફક્ત ગુજરાત સરકાર દ્વારા તેમજ આપના કલેકટર શ્રી ની રૂ એ નિસ્ક્રીયતા ના કારણે આ લાઇસંસ આપવા નુ કાર્ય થતુ નથી. છેલ્લે ૨૦૧૬ થી અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા મા આવે છે અને તે બધા બોટ ધારકો આપની કચેરી મા NOC માટે આવેદનો આપેલા છે પરંતુ આપના તરફ થી કોઇ વળતો જવાબ કોઇ અરજદાર ને પાઠવવામાં આવેલ નથી તે વ્યાજબી વાત નથી. બીજી તરફ, આટલા વર્ષો માં એક પણ અકસ્માત થયેલ નથી. તમામ ધારા ધોરણો અને સલામતી ના પગલાઓ નુ પાલન કરી ને આ એકટીવીટી કરાવવામાં આવે છે. ફક્ત આપે આ કાર્ય કરવા માટે જે NOC આપવી જોઇએ તે આપેલ નથી.
છેલ્લે વિજયભાઇ રુપાણી ની સરકાર માં ૨૦૧૩ મા એક નોટીફીકેસન (ગુજરત સરકાર, ઉધ્યોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક –ટીડીશી-૧૧-૨૦૧૧-૫૮૬૪૫૮-સ તાઃ5-૧0-૨૦૧૩) બહાર પાડી ને તમામ જીલ્લા કલેકટર શ્રીઓ ને સ્પસ્ટ અધીકારો અને આદેશ આપેલ છે કે વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી માટે NOC તમામ કલેકટર શ્રી ઓ આપશે અને અન્ય જરુરી લાઇસન્સ છે તે જે તે ડીપાર્ટંમેંટ આપશે. મુળ મા જ્યાં સુધી આપનુ NOC ના હોય તો અન્ય કોઇ ડીપાર્ટંમેંટ લાઇસંસ આપવા આગળ કાર્યવાહી કરી શકે નહી તે આપને વિદીત થાય.
ઉપરોક્ત હકીકતો અમો આપના ધ્યાને મુકીએ છીએ જે ધ્યાને લઇ આપના દ્વારા તાત્કાલીક અસર થી NOC આપવામા આવે તેવી અમારી રજુઆત છે. આપ આની ગમ્ભીરતા થી નોંધ લેશો કારણ હજારો કુટુંબ આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેની રોજીરોટી બંધ છે.
જ્યારે જ્યારે કોઇ અકસ્માત સર્જાય ત્યારે અહીં ચાલતી આ પ્રવ્રુતી બંધ કરવી તે ગેરવ્યાજબી છે, રોડ ઉપર કોઇ અકસ્માત સર્જાય તો તમામ વાહનો બંધ ન કરી શકાય તે આપ સારી રીતે જાણો છો ફક્ત આપના દ્વારા શિવરાજપુર બીચ ના તમામ ધારા ધોરણ નક્કી કરવા આજ દિવસ સુધી કોઇ દરખાસ્ત સરકારશ્રી મા કરવી જોઇએ તે કરેલ નથી જો કરેલ હોય તો અમો ને તેની કોપી મળવા વિનંતી છે. વધુ મા આપને જણાવવાનુ કે આપણા ગુજરાત માં જ માંડવી, અમદાવાદ રીવર ફ્ર્ન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડીયા, દીવ વગીરે સ્થળો પર આવી વોટર સ્પોર્ટસ એકેટીવીટી ચાલે જ છે અને તેના માટે ત્યા ની કલેકટર ઓફીસ દ્વારા જરુરી NOC આપાવામા આવે જ છે અને આ તો આ NOC ક્યા નિયમો અનુસાર અપાય છે તેની એ જ નિયમો મુજબ અહી પણ આપવામા આવવી જોઇએ એવી અમારી રજુઆત છે.
બીજી ગંભીરતા એ લેવાની છે કે જ્યારથી છેલ્લે બે માસ થી વોટર સ્પોર્ટસ એક્ટીવીટી બન્ધ છે ત્યાર થી કેટલીયે હોટેલ ના બુકીંગ કેંસલ થયેલ છે અને યાત્રીકો દ્વારા દ્વારકા ટ્રીપ કેંન્સલ કરેલ છે. હોળી ધુળેટી ના તહેવારો સીવાય દ્વારકા મા ટુરીસ્ટ અને યાત્રીકો ની સંખ્યા મા ૭૫% નો ઘટાડો થયેલો છે દ્વારકા યાત્રાધામ મા મંદી નો માહોલ જોવા મડ્યો છે. આજ રોજ અમો નીચે સહી કરનાર તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી સંચાલકો આ આવેદન પાઠવીયે છીએ કે જ્યા સુધી ગુજરાત સરકાર આ અંગે નીયમન SOP ન બનાવે ત્ય સુધી ગોવા સ્થીત એન. આઇ. ડબલ્યુ. એસ. ના માન્યતા પ્રાપ્ત લાઇસંસ ઉપર કામ કરવા આદેશ કરે અન્યથા અમારે ના છુટકે આપ ની વિરુદ્ધ જઇ ને આ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચાલુ રાખી ને આંદોલન કરવાની ફરજ પડશે. હાલ, ચુટણી કાર્ય ચાલુ છે તેમા દરેક ગામો ચુટણી નો બહીસ્કાર કરશે તેમજ રસ્તા રોકો અને બીચ નુ પ્રગતી કાર્ય બંધ કરવા સુધી ના કાર્યક્રમો કરવાની ફરજ પડશે. આ તમામ બાબત ની ગંભીરતા લઇ સત્વરે વચગાળા નો આદેશ કરવા વિનંતી છે કારણ ફક્ત આપના NOC સીવાય તમામ લાયસંસ ધરાવિએ છીએ જેની નોંધ લેશો.


આપના વિશ્વાસુ
તમામ આવેદન કર્તા
નકલ રવાના
૧. મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય.
૨. સાંસદ સભ્યશ્રી, પૂનમબહેન માડમ.
૩. ધારાસભ્યશ્રી, પબુભા માણેક
૪. પ્રભારી મંત્રી શ્રી, કુવંરજીભાઇ બાવળીયા
૫. જીલ્લા પોલીસ અધીકારી શ્રી
૬. દ્વારકા પી. આઇ. શ્રી, મંજુરી મળવા સારુ