Tuesday, April 22, 2025

એઇડ્સ પીડિતો માટે કામ કરતા એ.આર.ટી. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી અને કાળા કપડાં ધારણ કરી લડત શરૂ

Advertisement
Advertisement
Advertisement

મોરબી:એ.આર.ટી.સેન્ટર,જનરલ હોસ્પિટલ,મોરબીના કર્મચારીઓ દ્વારા બ્લેક રીબીન તથા બ્લેક કપડાં પહેરીને ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબના કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા.

પરંતુ મેં ૨૦૨૧ માં પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ જેની સામે વિરોધ કરેલ .એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરેલ પણ તેમના દવારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં લીધેલ નથી.

ગુજરાત એ.આર.ટી યુનિયન દવારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યહવાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડી રહ્યા છીએ .અમે એચ.આઈ.વી પીડિત દર્દીઓનાની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દવારા આજ સુધી કોઈ સ્થિગત, ધરણા કે સ્ટ્રાઇક કરવામાં આવેલ નથી .અને જયા સુધી ૨૦૧૭માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ નહિ કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રહેશે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW