Tuesday, April 22, 2025

ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આગામી માર્ચ માસમાં યોજાનાર કથાના આયોજન માટે રત્નકલા ખાતે મિટીંગ યોજાઈ

મોરબી,નિરાધાર વડીલો માટે લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાઈવસ્ટાર સુવિધા ધરાવતું 100 રૂમનું માનવ માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે,જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ સુંદર બગીચા સાથે,કેમ્પસમાં જ ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશે, વડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલય, બાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા,વગેરે અતિ આધુનિકતા સાથેનું માનવ મંદિર એકાવન હજારથી માંડી એક લાખ,પાંચ લાખ,સાત લાખ,અગિયાર લાખ,પંદર લાખ,પચ્ચીસ લાખ,પચાસ લાખ,એક કરોડ અને સાડા ત્રણ કરોડની ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે.

આ તમામ દાતાઓનું વિશિષ્ટ,અવિસ્મરણીય, અકલ્પનિય, અદ્દભુત રીતે સન્માન કરવા માટે પટેલ સમાજવાડી શનાળા ખાતે તા.03.03.22 થી 11.03.22 સુધી રાત્રે 8.00 વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરેલ છે. રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી તેમજ અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝા, સિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન,રાજકીય,ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવું વગેરે જુદી જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે બોલાવવામાં આવી હતી જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી કાર્યક્રમમાં પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ, પી.એલ.ગોઠી મંત્રી ઠાકરશીભાઈ ક્લોલા ઉમિયા માનવ સેવા મંડળના વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવા, ચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW