મોરબી: પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લા તેમજ બહારના રાજયમાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાએ એ.એચ.ટી.યુ. મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે દરમ્યાન ઉતર પ્રદેશ રાજયના ફીરોઝાબાદ જિલ્લાના લાઇનપાર પોલીસ સ્ટેશનના અપહરણનાં ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય.
જેથી આરોપી તથા ભોગબનનારની તપાસમાં લાઇનપાર પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, તથા પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાનાઓ તેઓની સાથે મદદમાં રહી આરોપી સંજયભાઇ અમરીશભાઇ શંખવાર (ઉ.વ. ૨૧ રહે.આઝાદનગર તા.જી.ફીરોઝાબાદ (ઉતર પ્રદેશ))ની તપાસ કરતા મોરબી જેતપર રોડ, બેલા ગામ નજીક આવેલ રેન્જ સીરામીક કારખાનાની ઓરડીમાંથી ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને મળી આવતા બંન્ને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે લાઇનપાર પોલીસ સ્ટેશન (UP) ની ટીમને સોંપી આપેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ આઇ. હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.