હળવદ પોલીસે વગર લાયસન્સએ ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા શખ્સને ઝડપી પાડયો છે. ત્યારે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી આવતા હળવદ પોલીસએ ઊંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આરોપી બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા ઉ.વ.૩૭ રહે. હળવદ માર્કેટીંગ યાર્ડની સામે, સરકારી ખરાબામાં તા. હળવદવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.