મોરબી: તાજેતરમાં મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાતનો કાર્યક્રમ યોજાયા બાદ જાણે પરીવર્તનનું વાવાઝોડુ ચાલ્યું હોય તેમ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.
ત્યારે મોરબી જિલ્લાના ઉંચી માંડલ ગામના સરપંચ પરમાર ટપુભા માવુભા વિધિવત આપ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ મોરબી તાલુકા સરપંચ અેસોસિયનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી તેમજ જેતપર ગામના સરપંચ નિલેશભાઈ અધારા હાજર રહ્યા હતા. અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી પાર્ટીમાં વધુ લોકોને જોડાસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
