મોરબી: ઈ-વે બિલમાં થતી ટેકનિકલ ભૂલ નિવારણના યોગ્ય માર્ગદર્શન કરવા જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવા દ્વારા જોઈન્ટ કમીશ્નર ઓફ સ્ટેટ ટેક્ષ વિભાગ રાજકોટ મારફતે સહાયક રાજ્ય વેરા કમિશ્નર મોરબીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું છે કે, મોરબી જિલ્લામાં ઉદ્યોગ-વ્યાપાર સાથે સંકળાયેલા ધંધાદારો છીએ. અમારા દ્વારા ધંધામાં થતાં માલના ખરિદ-વેંચાણ સમયે જનરેટ કરાતા ઈ-વે બિલમાં કર્યાં કેવી વિગતો ભરવાની એ બાબતે અમને માહિતીનો અભાવ હોવાથી ઈ-વે બિલમાં વારંવાર ટેકનિકલ ભૂલ રહેવા પામે છે. જેના પરિણામે કાયદેસરનો ટેક્સ ચુકવ્યા છતાં ઈ-વે બિલમાં રહેતી ટેકનિકલ ભૂલના કારણે અમારે ઘણો મોટો દંડ ચૂકવવો પડે છે. આથી ઈ-વે બિલ જનરેટ કરતી વખતે ક્યાં કેવી વિગતો ભરવી એ બાબતમાં વિસ્તારથી સમજ માટે એક સેશન/સેમિનારનું આયોજન આપશ્રી દ્વારા કરી આ બાબતમાં અમને માર્ગદર્શીત કરવામાં આવે તેમ લેખિતમાં જણાવ્યું હતું.