સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીકના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “સફળ અને સારી રીતે ક્લિનિક કઈ રીતે ચલાવવું?” વિષય પર ડોક્ટરસ ડે ના દિવસે માર્ગદર્શન આપવા મા આવ્યુ
મોરબી: હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેરના આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં મોરબીની ખ્યાતનામ સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવું, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડી સારવાર કરવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દીની સારવાર દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓનો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવું, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન,સ્ટાફને તાલીમ કઈ રીતે આપવી ?, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

જેમા મોરબીની વિવિધ હોસ્પીટલમાંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચ ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. વિજય ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપક અઘારાએ જહેમત ઉઠાવી હતી. અને કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર અમિતભાઇ મહેતાનો સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.