મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓની સુચના અને રાધીકા ભારાઇ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ એન.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન /જુગારની બંદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક સફેદ કલરની ટાવેરા કંપનીની કાર નં G-J-36-L-7373 વાળી મા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ રોયલ પ્લેયર પ્રીમીયમ ગ્રીન વ્હીસ્કીની બોટલો નંગ- ૬૬ કિ. રૂ. ૧૬૯૫૦/- તથા ટાવેરા કાર મળી કુલ મુદ્દામાલ રૂ ૩૧૬૯૫૦/- સાથે આરોપી,રવિભાઈ ગુણવંતભાઈ પનારા (રહે ઉગમણાનાકા પાસે ટંકારા) તથા વસીમ અજીતભાઈ સાંજી (રહે સરકારી દવાખાના પાસે ટંકારા) વાળાઓ મળી આવેલ જે આરોપીને સદરહુ ઇંગ્લીશ દારૂ નો જથ્થો કિરીટભાઈ પાસેથી લાવેલ તેમજ સદરહુ જથ્થો ભગીરથસિહ રહે લજાઈ વાળાએ સોપેલ જે તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે
આ કામગીરી કરનાર અધિકારીઓ પો.સબ.ઇન્સ.બી.ડી.પરમાર તથા પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ નીમાવત તથા પો,કોન્સ સિધ્ધરાજસિહ અનિરૂધ્ધસિહ જાડેજા તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ અર્જુનસિહ રાણા તથા પો.કોન્સ વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા તથા પો.કોન્સ મયુરભાઈ મશરૂભાઈ ઝાપડા પો.કોન્સ-ખાલીદખાન રફીકખાન તથા પો.કોન્સ હિતેષભાઈ વશરામભાઈ ચાવડા તથા પો.કોન્સ રાહુલભાઈ માવજીભાઈ ધૈયા એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.