મોરબી: “સેવા હી સાધના” ઉક્તિને યથાર્થ કરતા જોશીલા સેવાભાવી યુવાન આશિષભાઈ ધીરૂભાઈ મિયાત્રા (મોટા ભેલા)ની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
હરહમેંશ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે વિવિધ સમાજો સાથે લઈને સેવાકીય ક્ષેત્રમાં વિવિધતામાં એકતાનું પ્રદર્શન પુરૂ પાડતા આશિષભાઈ અનેકવિદ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે. તદુપરાંત કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ સમાજ હોય આશિષભાઈને સેવા માટે હાકલ કરે અને આશિષભાઈ તેમનુ સર્વસ્વ આપી દેવા હરહમેંશ તૈયાર હોય છે. આવા સેવાભાવી યુવાન આશિષભાઈ મિયાત્રાની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે નિમણૂંક થતા આહિર એકતા મંચના ગુજરાત કાર્યકારી પ્રમુખ રામભાઈ મિયાત્રા તથા મોરબી જિલ્લા પ્રમુખ રમેશભાઈ જીલરીયા (લાલાભાઈ)એ શુભેચ્છા પાઠવી હતી. અને આવનાર દિવસોમાં સંગઠનને વફાદાર રહી વધુ મજબૂત બનાવી રાષ્ટ્રહિત કાર્ય કરવા તત્પર રહીશું તેમ યાદીમાં જણાવાયું હતું.