Tuesday, April 22, 2025

આજે યોજાનાર વિકાસના કામનો ના લોકાર્પણ કાર્યક્રમ ના ઈ નિમંત્રણમાં અજયભાઈ લોરીયાનું નામ જ નહીં ?

Advertisement
Advertisement
Advertisement

આવતીકાલે યોજાનાર વિકાસના કામનો ના લોકાર્પણ કાર્યક્રમ ના ઈ નિમંત્રણમાં અજયભાઈ લોરીયાનું નામ જ નહીં ?

ભુલાઈ ગયું કે મોરબીના ભામાશા ની ઓળખ ધરાવતા સેવાભાવી અજયભાઈ વિરુદ્ધ રમાઈ રહ્યું છે કોઈ રાજકારણ ?

ત્રાજપર જિલ્લા પંચાયત સીટના ગામડાઓમાં વિકાસના કામોને બહાલી આપવાના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનનું નામ જ નહીં…

આવતીકાલે એટલે કે તારીખ ૧૪ ડિસેમ્બર ના રોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, જેમાં ત્રાજપર જિલ્લા પંચાયત સીટના ગામડાઓ ત્રાજપર, માળિયા વનાળીયા, જવાહરનગર તથા ભડીયાદ ગામના વિકાસના ૬૬ કામનું લોકાર્પણ કરવામાં આવનાર હોય, ત્યારે કુલ ૪૧૮ લાખ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે હાલ તેનું ઈ – નિમંત્રણ હાલ જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરિયાનું નામ નિમંત્રણમાં અતિથિ વિશેષ માં લખવામાં આવ્યું નથી. તો વિકાસના કામોની બહાલી આપવામાં આવનાર હોય, તો સિંચાઈ વિભાગના ચેરમેનનું નામ જ નહી ?

તો શું સિંચાઈ વિભાગના ચેરમેન નું કમી કરવામાં આવ્યું કે કેમ ? અને શું જો સિંચાઈ વિભાગના ચેરમેન નું નામ જ ન હોઈ તો કઈ રીતે વિકાસ કામોનું લોકાર્પણ થઈ શકે ? કે સેવાભાવી અને હર હંમેશ લોકોની મદદે ખડેપગે રહેતા અજયભાઈ લોરિયા કે જેને મોરબીના ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેમનું નામ નહીં લખીને તેમના વિરુદ્ધ કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે ? તે એક મોટો સવાલ છે

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW