આરંભડા વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા 29 મો વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી
જાણવા મળતી વિગતો અનુસાર આરંભડા વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઇસ્કુલના સંચાલકશ્રી, આચાર્યશ્રી મીનાક્ષીબેન, સ્કૂલ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ અલગ અલગ ગીત સંગીત પર પ્રોગ્રામ અભિનય દ્વારા પ્રકૃતિ સાથે સુમેળ 29 મો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે આજરોજ તારીખ 19/12/2024ના સાંજે ઉજવાયો. જેમાં અધ્યક્ષ સ્થાને શ્રીમાન સહદેવસિંહ પબુભા માણેક, ઉપાધ્યક્ષશ્રી શ્રીમાન એન કામથ સાહેબ અને અતિથિ વિશેષમાં શ્રી વેંકટેસન જી. આયેંગર સાહેબ, શ્રી દેવીસિંગભા તેજાબા હાથલ અને સાથોસાથ શ્રી હિરેનભાઈ રાઠોડ જેવા ઘણા વીઆઈપી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.