આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર શ્રી ને રજૂઆત દેવભુમી દ્વારકા જિલ્લામાં 12/32/16 કંડલા ખાતરનો પૂરતો પુરવઠો આપવામાં આવે અને નેનો યુરિયા ની બોટલ ફરજીયાત ન આપવા માં આવે…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન અને જમીન ધોવાણથી નુકસાન થયેલ છે પરંતુ હાલ શિયાળુ સિઝનમાં ખેડૂતોને પોતા ના પેટનો ખાડો પુરવા માટે શિયાળુ પાક વાવવાનો થતો હોય પણ આપણા જિલ્લામાં હાલ કોઈ સંઘ કે મંડળી કે અન્ય ખાતર બિયારણના વિક્રતાઓ પાસેથી ખેડૂતોને 12 /32 /16 કંડલા ખાતર મળતું નથી, તો આપ સાહેબ શ્રી દ્વારા તત્કાલીન ધોરણે ઉપરોક્ત ખાતરની જરૂરિયાત મુજબ આપણા જિલ્લામાં આયાત કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પોતાની જમીનમાં યોગ્ય પાક સાથે ખાતરનું વાવેતર થઈ શકે, તે બાબત પર સમયસર પગલાં લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી…