આમ આદમી પાર્ટી દ્વારા આરંભડા ખાતે લોક જાગૃતિ ના કાર્યો કરવામાં આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મીઠાપુર આરંભડા ખાતે આવેલ શ્રી આંબેડકર સોસાયટી માં આમ આદમી પાર્ટી ના મહિલા કાર્યકર્તા ઓ દ્વારા અવરનેસ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો, જેમાં સરકારી યોજનાઓ વિશે, આધારકાર્ડ ને લગત, ઇ. કે.વાય.સી ને લગત, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, તેમજ વિધવા સહાય જેવી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્ર્મ માં મહિલા વીંગ પ્રમુખ વકીલ શ્રી ગોમતીબેન હાથિયા તેમજ દ્વારકા શહેર મહિલા વિંગ પ્રમુખ વિરાબેન રોસીયા તેમજ અન્ય આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…