(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા ગઇકાલે ટંકારા સર્કીટ હાઉસમાં મિટિંગ મળી હતી. જેમાં આમ આદમી પાર્ટી ટંકારા તથા ટંકારા તાલુકાના હોદ્દેદારોની મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.
જેમાં ટંકારા તાલુકા પ્રમુખ તરીકે નરોતમભાઈ ગોસરા તેમજ તા. ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રૈયાની, ઉપપ્રમુખ તરીકે નલીનભાઇ દેત્રોજા અને શૈલેષભાઈ સવસાણી, મહામંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ કક્કડ અને પ્રકાશભાઇ દુબરીયા, મંત્રી તરીકે હર્ષભાઈ ત્રિવેદી, રસિકભાઈ ઢેઢી, સંદીપસિંહ ઝાલા, નિકુલભાઇ રાજપરા અને રમેશભાઈ ભોરણીયા, સંગઠન મંત્રી તરીકે કુલદીપભાઈ ભાગિયા, સહસંગઠન મંત્રી તરીકે હિતેશભાઈ વામજા, ગૌતમભાઈ બરાસરા અને પ્રકાશભાઈ ચૌહાણ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે પિયુષભાઈ પાલરીયા, આઇ.ટી. ઇન્ચાર્જ તરીકે નયનભાઈ જીવાણી, મહિલાઓના પ્રમુખ તરીકે દયાબેન મસોત, લીગલ સેલ પ્રમુખ અનિલભાઈ ડાકા, કિસાન સેલ પ્રમુખ શૈલેષભાઈ દેથરીયા, ઓબીસી સેલ પ્રમુખ કૌશિકભાઇ નારીયાણા, આરટીઆઇ કમિટીમાં શૈલેષભાઈ પ્રજાપતિ નિમણૂંક કરાઈ છે. તેમજ નિમણૂંક થયેલ હોદેદારોએ દેશના બદલાવ અને ગુજરાતની રાજનૈતિક ક્રાંતિને સફળ બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.