રાજસ્થાન રાજ્યના બાસવડા જીલ્લાના દદુકા ગામે રહેતા કુરીબેન સંજયભાઈ મહવઈ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઈ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ રહે. દદુકા તા.ગળી જી.બાસવાડા રાજસ્થાનવાળાને કોઇ અજાણ્ય શખ્સોએ કોઇ કારણોસર તીક્ષણ હથિયારના ઘા મારી, ગંભીર ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.