મોરબીના મીરા પાર્કમાં રહેતી 18 વર્ષીય યુવતીએ પોતાની બહેનના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાગડા ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ મીરા પાર્કમાં રહેતા હિરલબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) એ પોતાની બહેનના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.