મોરબીના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ વવાણીયા એટલે આઈશ્રી રામબાઈ માંની પવિત્ર તીર્થભુમિ,મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્ર તેમજ આદિ તપસ્વી બાબાશ્રી નિમ કરોલી મહારાજ કહેવાય છે કે જેઓ ઈ.સ.1910 માં માત્ર 10 દશ વર્ષની બાલ્યાવસ્થામાં આ પવિત્ર જગ્યાએ પધારી ખુબજ નાની ઉંમરમાં અહીં તળાવના કાંઠે તપ સાધના કરેલ હતી અને પાછળથી એમના અનુયાયીઓએ આ ધર્મભૂમિમાં સંકટ મોચન હનુમાનજી મહારાજના મંદિરનું નિર્માણ કરેલ છે. તેમજ 750 વર્ષ પહેલાં જેમની સ્થાપના થયેલ હતી એ કુબેર ભંડારીનું મંદિર આવેલું છે. આ તમામ પવિત્ર યાત્રાધામના દર્શન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલના પુત્ર ડો.મૌલિક પટેલ કે જેઓ કેનેડામાં ડોકટર તરીકે કાર્યરત છે અને જેમને સાયકલ પર ચાર દેશોનો પ્રવાસ ખેડયો હતો.તેમજ એમના મિત્ર ડો.નમન પંડ્યા કે જે ઓંકોલોજીસ્ટ તરીકે અમદાવાદ ખાતે કેન્સરના દર્દીઓની સેવા સુસુશ્રા કરે છે આહીર સમાજ વૈચારિક કાંતિ ગ્રૂપના સદસ્ય હરદેવભાઈ કાનગડ સહીત સૌએ વવાણીયાની તપોભૂમિમાં આવેલી આ તમામ પવિત્ર જગ્યાઓના દર્શન કરી ધન્યતા અનુભવી..