Tuesday, April 22, 2025

અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ABCGMY મોરબીના આંગણે આજે તારીખ:- 2/01/2022 ને રવિવારના રોજ ABCGM યુવા ના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાની અધ્યક્ષતામાં સ્નેહમિલન મિટિંગ નું આયોજન થયું જેમાં ABCGMY ના રાષ્ટ્રીય – રાજ્ય કક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આરંભમાં યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજીએ માઁ સોનબાઈ અને ચારણ મહારત્નો ની છબીને પુષ્પવંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી. એમની સાથે શ્રી બાબુદાનજી ચારણ (રાષ્ટ્રીય પ્રવક્તા), શ્રી રાજભા વિજલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), શ્રી નરપતસિંહજી બારહટ – ભાદરેશ (એંજિનિયર), શ્રી ભંવરદાનજી મહેડુ (રાષ્ટ્રીય કાર્યાલય સહપ્રભારી), ડૉ. તિર્થંકરજી રોહડિયા (વરિષ્ઠ ઉપાધ્યક્ષ), અમિતભા પાલીયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), મુન્નાભાઈ અમોતિયા (રાષ્ટ્રીય મંત્રી), શાંતનુભા ફુનડા (પ્રદેશ મહામંત્રી) વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત તમામ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા મોરબી ABCGMY ટીમનો પરીચય કરાવવામાં આવ્યો.



આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવીએ યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી વિશે વિગતે પરીચય કરાવી મોરબી ABCGMY એ કરેલ કાર્યક્રમોથી અવગત કર્યા. ત્યારબાદ રાજકોટથી પધારેલા મુન્નાભાઈ અમોતિયા એ સાંપ્રત સમયમાં સંગઠનનું મહત્વ જણાવી સૌ ચારણો એક બની આગળ આવે એવી અભિલાષા વ્યક્ત કરી.


રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજભા વિજલે આપણા ચારણો કોઈપણ ક્ષેત્રમાં હોઈ એમને સામાજિક સન્માનિત કરી સમાજ સાથે સાંકળવા તથા સાથે મળી સમાજોપયોગી કાર્યો થાય એવું આયોજન કરવું.


પ્રદેશ મહામંત્રી શાંતનુભા એ વર્તમાન સમયમાં જે કાઈ સંગઠનમાં ક્ષતિઓ છે રાષ્ટ્રીય અધ્યક્ષ સમક્ષ મૂકી ધરાતલીય કાર્ય થાય એ માટે અમૂલ્ય સૂચન કરી આગામી સમયમાં સોનલ શતાબ્દી ની ગુજરાતમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થાય અને આપણા ABCGMY થકી રાજકોટ યજમાની કરે એવો દ્રઢ સંકલ્પ રજુ કર્યો.


ત્યારબાદ વરિષ્ઠ ઉપાધ્યક્ષ એવા ડૉ. તિર્થંકરજી રોહડિયા એ મોરબી જિલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી અને સમગ્ર મોરબી ટીમની અદ્ભુત અને પ્રેરણાદાયી કાર્યશેલી બદલ સાલ ઓઢાડી સન્માન કર્યું અને એ સમયે ડૉ. કિશોરદાન ગઢવી રડી પડ્યા ત્યારે ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા. આની સાથે ડૉ. તિર્થંકરજી એ ટકોર કરી કે આપણે કિંગ ના બની શકીએ તો કિંગ મેકર તો બનવાના પ્રયત્નો કરવા જોઈએ.


ત્યારબાદ જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ABCGMY ના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાએ પોતાના પ્રવચનની પહેલી જ વાતમાં જણાવ્યું કે, “સમગ્ર ભારતમાં જિલ્લા અધ્યક્ષ મા સૌથી બેસ્ટ કામગીરી મોરબી જિલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી ની છે.” એમ કહી બિરદાવી ABCGMY કાર્યકારિણીની રચના થી માંડીને વિગતે માર્ગદર્શિત કર્યા. ઉપરાંત કયાય પણ કોઈ જગ્યાએ જરૂરિયાત હોય તો હુકમ કરવા જણાવ્યું. મોરબી મહિલા ટીમની પણ ખૂબ સરાહના કરી સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરવા માટે મહિલા ટીમમાં જિલ્લા મંત્રી દેલુબાઈ મારુ નું સાલ આપી સન્માન કર્યું.


ત્યારબાદ રાષ્ટ્રીય પ્રવક્તા બાબુદાનજી ચારણે પણ સૌ પદાધિકારીઓએ ધરાતલીય કાર્ય કરવા માટે આહવાન કર્યું. મોરબી જિલ્લા મહિલા અધ્યક્ષ નાનબાઈ મારુ એ પણ ચારણની દીકરીઓને સમયની સાથે ચાલવા અને હરીરસ – દેવિયાણ નું મહત્વ સમજાવી દરેક ચારણ ના ઘરે એનું પઠન થાય એવી અભિલાષા વ્યક્ત કરી.



સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભા નાંદણ (જિલ્લા પ્રવક્તા) દ્વારા કરવામાં આવ્યું. દિનેશભા ગુઢડા તથા રમેશભા સોયા એ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ગોઠવ્યું હતું. મોરબી ABCGMY પરીવાર માંથી પ્રભાતદાન મિસણ, પ્રફુલદાન બારહટ, કિરીટભાઈ બારહટ, તખુભા મહેડુ, વજુભા લાંબા, કેવલદાન બારહટ, જયદીપ મિસણ, કનુભા ગુઢડા, કિશુભા ગુઢડા, હરદેવદાન બારહટ, યુવરાજદાન બારહટ તથા મહિલા પાંખમાંથી નાનબાઈ મારુ (જિલ્લા અધ્યક્ષ), નયનાબા બારહટ (મોરબી તા. અધ્યક્ષ), ભૂમિબેન નાંદણ (જિલ્લા પ્રવક્તા), દેલુબાઈ મારુ (મહામંત્રી), જશુબેન નેચડા (મંત્રી), કમળાબા મિસણ (વરિષ્ઠ માર્ગદર્શક), નાગલબેન મારુ, જશુબા, ગીતાબાઈ વગેરે એ વિશેષ હાજરી આપી હતી.


કાર્યક્રમના અંતમાં બારહટ પરીવારના તમામ ચારણ રત્નોની ઓળખ આપતા કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું. આઈ.ટી.પ્રભારી શ્રી વિજયભા રતને સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સાથે ભોજનનો આસ્વાદ માણવામાં આવ્યો.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW