
(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: 15મી ઓગષ્ટની પુર્વ સંધ્યાએ હળવદ યુવા ભાજપ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ધ્રાંગધ્રા દરવાજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોએ વંદે માતરમ્ ના નારા સાથે વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી નાખ્યું હતું.
મસાલ રેલી ધાંગધ્રા દરવાજેથી નીકળી હળવદ લક્ષ્મીનારાયણ ચોક ખાતે આવી પહોંચી હતી. અને રેલીમાં ભાજપના જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીનોજીયા,જીલ્લા યુવા મહામંત્રી તપનભાઈ દવે,રવી પટેલ,શહેર મહામંત્રી રમેશ ભગત, તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત હાજર રહ્યા હતા. મસાલ રેલીમાં દેશભક્તિને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મસાલ રેલીનું યુવા ભાજપ હળવદ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
